વારંવાર પૂછાતા પ્રશ્નો

Guj.OOO સૌપ્રથમ રજૂ થયેલું એવું પ્લેટફોર્મ છે તે ગુજરાતના નાગરિકોને તેમની ડિજીટલ ઓળખ તૈયાર કરવાની સવલત આપે છે. તમારી ડિજીટલ ઓળખમાં નીચેનાનો સમાવેશ થશે
  • તમારુ અંગત વેબ એડ્રેસ URL
  • અંગત ઇમેઇલ આઇડી
  • 10 GB સુધીની સ્ટેરેજ સ્પેસ

વધુમાં તમે જ્યારે સાઇન અપ કરશો અને તમારું આધાર કાર્ડ guj.oooના પ્લેટફોર્મ પર ચકાસશો ત્યારે અસંખ્ય વિશિષ્ટ ઓફર્સ, ફાયદાઓ અને ખાતરીદાયક ભેટો મેળવશો.
Guj.ooo અસંખ્ય ફાયદાઓ પૂરા પાડે છે
  • અંગત વેબ એડ્ર્સે URL જેને આધાર કાર્ડ દ્વારા ચકાસી શકાય છે
  • મફત ઇમેઇલ
  • મફત 10 GB ક્લાઉડ સ્ટોરેજ સ્પેસ
  • સુરક્ષિત દસ્તાવેજ અપલોડ અને સંચાલન
  • વિશિષ્ટ ડિસ્કાઉન્ટ ઓફર્સ અને ખાતરીદાયક ભેટો*
તમે એક વખત guj.ooo એકાઉન્ટ ખોલો ત્યારે તમને guj.ooo ડોમેન સાથેનું તમારુ વેબ એડ્રેસ URL મળે છે, જે તમારું પબ્લિક પ્રોફાઇલ પેજ ડિસ્પ્લે કરે છે
આ તમારુ પબ્લિક પ્રોફાઇલ પેજ છે જે જ્યારે કોઇ તમારુ URL ટાઇપ કરે ત્યારે ડિસ્પ્લે થાય છે. તમે કોઇ પણ બ્રાઉઝર કે મોબાઇલ ડિવાઇસ પરથી તમારા પબ્લિક પ્રોફાઇલમાં ઍક્સેસ કરી શકો છો
ઉદાહરણ તરીકે, જો તમે તમારું એકાઉન્ટ યૂઝર નામ darshanpatelના નામે ખોલો છો, તમારું અંગત વેબ એડ્રેસ URL www.darshanpatel.guj.ooo. હશે
સફળતાપૂર્વક સાઇન-અપ કરતા. તમે નીચે પ્રમાણે પ્રાપ્ત કરો છોઃ

  • તમારુ અંગત વેબ એડ્રેસ. તમે તમારા અંગત વેબ એડ્રેસનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો જેમ કે ઓનલાઇન પ્રોડક્ટનું વેચાણ કરવું અથવા વિશ્વને તમારી જાત વિશે કિંક વધુ કહેવું
  • મફત ઇમેઇલ
  • તમારા ડેશબોર્ડમાં અગત્યના દસ્તાવેજો સુરક્ષિત રીતે સ્ટોર કરવા માટે 10 GB સુધી મફત સ્ટોરેજ સ્પેસ
  • વિશિષ્ટ ઓફર્સની કમાણી કરવાની અને તમારી ઓનલાઇન પ્રવૃત્તિઓ પર ડિસ્કાઉન્ટની તક
  • અન્ય મૂલ્ય વર્ધિત સેવાઓ જેમ કે ખાસ ડિસ્કાઉન્ટસ, સમાચારો, સરકારી સંદેશાવ્યવહારો વગેરે
તમે તમારું guj.ooo એકાઉન્ટ ફક્ત 3 સરળ પગલાંઓમાં ખોલી શકો છો. તમે એક જ SMS અથવા guj.ooo હોમ પેજ મારફતે તમારું ખાતુ ખોલવાનું પસંદ કરી શકો છો.
SMS મારફતે સાઇન અપ
  • તમારા મોબાઇલ નં 9227820800 પરથી SMS કરો
  • તમે જવાબી SMS મેળવશો. તમે તમારા અંગત URL સાથે, હંગામી પાસવર્ડ અને ઇમેઇલ ઓળખ સાથે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર SMS મેળવશો.
  • તમારું એકાઉન્ટ સક્રિય કરોઃ તમને SMSમાં મોકલવામાં આવેલ અંગત URL ટાઇપ કરો. તમારા ઇમેઇલ આઇડી અને SMSમાં મોકલવામાં આવેલા પાસવર્ડનો ઉપયોગ કરીને લોગીન કરો.
હોમ પેજ મારફતે સાઇન-અપ કરવું
  • નામ ઉપલબ્ધ છે કે કેમ તે તપાસો અને સાઇન-અપ પર ક્લિક કરો.
  • સાઇન-અપ ફોર્મ પૂર્ણ કરો!
  • OTP મારફતે તમારા મોબાઇલની ચકાસણી કરો.
કૃપા કરીને હોમ પેજ પર ચેક નામ બોક્સમાં જરૂરી નામ ટાઇપ કરો. જો નામ ઉપલબ્ધ ન હોય તો, તમને નામ માટે સુચનો પૂરા પાડવામાં આવશે.
"Sign-up Now" બટન પર ક્લિક કરો અને ફોર્મ ભરો. ચકાસણી માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાની જરૂર રહેશે.
"Create Account" બટન પર ક્લિક કરતા, OTP (વન ટાઇમ પાસવર્ડ) UIDAI દ્વારા તમારા આધારમાં રજિસ્ટર મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે
OTP એન્ટર કરો અને “Verify OTP” ટન પર ક્લિક કરો. એક વખત OTP બટન વેલિડેટ થઇ જાય તે પછી સાઇન અપ અને લોગીન પૂર્ણ થયું ગણાશે અને તમે તમારા પ્રોફાઇલ પેજ પર લિંક્સ પરની વિગતો, લોગીનની સુચનાઓ વગેરે મેળવશો.
તમારી ડિજીટલ ઓળખનું સર્જન કરવા માટે હાલમાં તમારે ફક્ત ગુજરાત સ્થિત માન્ય મોબાઇલ નંબરની જરૂર છે

આમ છતાં અમે દ્રઢપણે આધાર કાર્ડ અને તમારા આધાર સાથે રજિસ્ટર થયેલા મોબાઇલ નંબરની ભલામણ કરીએ છીએ જેથી એક વખત એકાઉન્ટ ખુલી જાય તે પછી તમારી જાતની ચકાસણી સફળતાપૂર્વક થઇ જાય. સફળ ચકાસણી પર તમે ફ્રી રિચાર્જ વગેરે જેવા અમારા ભાગીદાર પાસેથી ખાસ આકર્ષક ઓફરોનો આનંદ માણી શકો છો.
દરેક નાગરિક ઓનલાઇન હાજરી ધરાવતો હોય તેમાં અમે માનીએ છીએ. તેથી guj.ooo પર તમારી અંગત ઓળખનું સર્જન સંપૂર્ણપણે મફત છે!

તેથી આગળ વધો અને તમારી ઓનલાઇન ઓળખનું સર્જન કરો અને અસંખ્ય ફાયદાઓનો લાભ ઉઠાવો.
હાલમાં, તમારે ફક્ત ગુજરાત સ્થિત માન્ય મોબાઇલ નંબરની તમારી ડીજીટલ ઓળખનું સર્જન કરવા માટે જરૂર છે.

આમ છતાં અમે દ્રઢપણે આધાર કાર્ડ અને તમારા આધાર સાથે રજિસ્ટર થયેલા મોબાઇલ નંબરની ભલામણ કરીએ છીએ જેથી એક વખત એકાઉન્ટ ખુલી જાય તે પછી તમારી જાતની ચકાસણી સફળતાપૂર્વક થઇ જાય. સફળ ચકાસણી પર તમે ફ્રી રિચાર્જ વગેરે જેવા અમારા ભાગીદાર પાસેથી ખાસ આકર્ષક ઓફરોનો આનંદ માણી શકો છો.
guj.ooo દ્વારા ચકાસેલ ડિજીટલ ઓળખમાં અંગત વેબ એડ્રેસનો સમાવેશ થાય છે, જે યૂઝર દ્વારા એન્ટર કરવામાં આવેલ આધાર કાર્ડની વિગતો પરથી ચકાસણી કરેલ છે.

યૂઝર જે પોતાની ઓળખનું સર્જન કરે છે તે તેના આધાર કાર્ડના રેકોર્ડ અનુસાર વિશ્વસનીય છે તેની ખાતરી રાખતા ઓનલાઇન કોમ્યુનિટીમાં વિશ્વાસ ઊભો કરવા માટે અમે ચકાસણી પ્રક્રિયા દાખલ કરી છે.

તમારા ડેશબોર્ડમાંથી, તમારી પાસે તમારા આધાર કાર્ડ વડે તમારી ડિજીટલ ઓળખ ચકાસવાનો વિકલ્પ છે. જો તમે તમારા આધાર કાર્ડની વિગતો ચકાસી હશે તો વધારાના ફાયદાઓ અને સેવાઓનો આનંદ માણી શકશો.
તમે ફક્ત એક જ એકાઉન્ટ ખોલી શકો છો.
આધાર રેકોર્ડમાં હોય તે પ્રમાણે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરને UIDAI દ્વારા OTP મોકલવામાં આવે છે. તેથી, તમારે OTPને વેલિડેટ કરવા માટે અને એકાઉન્ટ ખોલવા માટે આધારમાં રજિસ્ટર કરાવેલ મોબાઇલ નંબરમાં ઍક્સેસ કરવાની જરૂર પડશે.

એક વિકલ્પ એ છે કે તમે આધારમાં તમારો નંબર સુધરાવી શકો છો અને ફરીથી પ્રયત્ન કરી શકો છો.
Your public profile page is your identity to the outside world. Your public profile by default has special templates displayed for you.

Through the public profile page, you can login to your dashboard to access you emails, upload documents and access other features. The public profile can also be customized using many pre-loaded templates available in your dashboard.
Yes, absolutely, your public profile page is secure and can be changed only by you when you login using your password.
Enter your password you entered during the .OOO account creation to login. On successful login you will be able to access the dashboard.
તમે તમારા ડેશબોર્ડમાં ઇમેઇલ ટેબમાંથી તમારા ઇમેઇલમાં ઍક્સેસ કરી શકો છો. તમે તમારા પાસવર્ડનો ઉપયોગ કરીન તમારા પબ્લિક પ્રોફાઇલ પેજમાંથી તમાર ડેશબોર્ડમાં લોગીન કરો. તમે ઇમેઇલ ટેબમાંથી ઇમેઇલ મોકલી અને ફોરવર્ડ કરી શકો છો.

ઉદાહરણ તરીકે જો તમારી ડિજીટલ ઓળખ anupkumar.guj.ooo તરીકે સર્જી હોય, તો તમારું ઇમેઇલ આઇડી anupkumar@guj.ooo. હશે. તમે જ્યારે ઇમેઇલ મોકલો છો ત્યારે તમારા પ્રાપ્તિકર્તાઓ anupkumar@guj.ooo. માંથી ઇમેઇલ્સ મેળવશે.
હા, સંપૂર્ણપણે! તમારી ડિજીટલ ઓળખ સાથે તમે જે ઇમેઇલ મેળવો છો તે શક્તિશાળી ઇમેઇલ સોલ્યુશન છે જેનો ઉપયોગ તમારા પ્રાથમિક ઇમેઇલ એડ્રેસ તરીકે કરી શકાય છે.
લોગીન ક્રેડેન્શિયલ્સ તમારા guj.ooo એકાઉન્ટ ક્રેડેન્શિયલ્સ જેવા સમાન હોય છે; યૂઝરનેઇમઃ યૂઝર નામ તમારુ guj.ooo ઇમેઇલ એડ્રેસ છે, જેમાં guj.ooo એક્સટેન્શનનો સમાવેશ થતો નથી. પાસવર્ડઃ પાસવર્ડ તમારા guj.ooo એકાઉન્ટના પાસવર્ડ જેવો સમાન રહેશે.
સફળતાપૂર્વક સાઇન અપ કરતા, તમને આપોઆપ જ અમારા બધા જ વિશિષ્ટ ભાગીદાર ઓફર્સ સાથે તમારા ઇમેઇલ આઇડી પર વેલકમ ઇમેઇલ મોકલવામાં આવશે.

કૃપા કરીને ઓફર્સ જોવા માટે તમારા ઇમેઇલ આઇડી પર મોકલવામાં આવેલા ઇમેઇલ્સમાં ઍક્સેસ કરો. ઓફર રિડીમ કરવા માટે PROMO કૉડ નોંધી રાખો અને ઓફર કૂપન પર ક્લિક કરો. તમને ભાગીદારના ઓફર પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે.

તમે ઓફર રિડીમ કરવા માટે ભાગીદારની વેબસાઇટ પર PROMO કૉડ એન્ટર કરી શકો છો.

વધુમાં, તમને અનેક વધુ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ્સ અમારા ભાગીદારો પાસેથી પ્રાપ્ત થશે જે સામયિક ધોરણે સીધી જ તમારા ઇમેઇલમાં મોકલવામાં આવશે.
ચિંતા ન કરશો, એવું થાય છે. તમારો પાસવર્ડ પુનઃપ્રાપ્ત કરવા માટે આ પગલાંઓને અનુસરોઃ
  • તમારુ ગત વેબ એડ્રેસ URL ટાઇપ કરો
  • લોગીન ઇનપુટ ફિલ્ડ તરત જ નીચે આપેલ Forgot Password લિંક પર ક્લિક કરો.
  • Password Reset પ્રક્રિયા શરૂ કરવા માટે, તમારો મોબાઇલ નંબર ચકાસવા માટે Generate OTP પર ક્લિક કરો:
  • સફળ મોબાઇલ ચકાસણી પર તચમારો પાસવર્ડ રિસેટ થઇ જશે અને NEW પાસવર્ડ તમારા મોબાઇલ પર SMS મારફતે મોકલી આપવામાં આવશે.
  • તમારા ડેશબોર્ડમાં લોગીન દ્વારા શક્ય હોય ત્યાં સુધી તમારો પાસવર્ડ CHANGE કરવાની દ્રઢપણે ભલામણ કરીએ છીએ.
તમે તમારા દસ્તાવેજો અપલોડ કરવા માટે અને દસ્તાવેજો પ્રાપ્ત કરવા માટે 10 GB સુધીની સ્ટોરેજ સ્પેસ મેળવી શકો છો. તમે “My Uploaded documents” ટેબ દ્વારા તમારા ડેશબોર્ડ પરથી દસ્તાવેજોને એપલોડ કરવાનું શરૂ કરી શકો છો.
તમે તમારા અગત્યના દસ્તાવેજો જેમ કે સર્ટિફિકેટ્સ, માર્ક શીટ્સ વગેરે અપલોડ કરી શકો છો.
ફક્ત દસ્તાવેજો અને ઇમેજીસને અપલોડ કરવાની મંજૂરી છે. કૃપા કરીને નોંધી રાખો કે યૂઝર્સ વીડિયો અપલોડ કરી શકતા નથી.

અપલોડ કરવામાં આવેલા કન્ટેન્ટની એકમાત્ર જવાબદારી યૂઝરની છે અને તે પ્રવર્તમાન આઇટી અને ડેટા પોલિસી એક્ટ વિરુદ્ધની ન હોવી જોઇએ અને તેમાં ગેરકાયદે, કોપી રાઇટનું ઉલ્લંઘન વગેરે જેવી સામગ્રીનો સમાવેશ કરતી હોવી ન જોઇએ. કૃપા કરીને વધુ માહિતી માટે guj.ooo શરતો અને નિયમો જુઓ.
તમારા ડેશબોર્ડ પર જાઓ અને My Documents ટેબ પર ક્લિક કરો. My Documents ટેબમાં તમારી પાસે દસ્તાવેજો અપલોડ કરવાનું બટન હશે.